લીંબડી: બગોદરા કાનપરા નજીક ખખડધજ બિસ્માર સિકસલેન હાઇવેએ બાઇક સવાર બે યુવાનોનો ભોગ લીધો અજાણ્યા વાહન અડફેટે બે યુવાનો ના મોત
લીંબડી ના ભોયકા ગામના ચૌહાણ પ્રદીપ અમૃતભાઈ તથા સાયલા ના થોરીયાળી ગામના ભાર્ગવ પ્રવીણભાઈ મકવાણા બંને હાલ અમદાવાદ રહે છે અને અમદાવાદ થી બાઇક પર બંને મિત્રો ધ્રાંગધ્રા તાલુકા ના દુદાપુર ગામે માતાજી ના દર્શન કરવા ગયા હતા અને પરત બાઇક પર અમદાવાદ તરફ પરત જઇ રહ્યા હતા ત્યારે કાનપરા ના પાટિયા પાસે કોઇ અજાણ્યા વાહને અડફેટે લઇ ભાગી છુટ્યુ હતું અને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે એ પહેલાં જ કમકમાટી બંને વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.