ગોધરા: ગોધરા તાલુકાના નદીસર ગામે દીવાલ બનાવવા બાબતે બોલાચાલી: દંપતી પર પાવડા અને ગડદાપાટુથી જીવલેણ હુમલો.
ગોધરા તાલુકાના નદીસર ગામે દીવાલ બનાવવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં દંપતી પર જીવલેણ હુમલો થયો હતો. પાડોશી ધર્મેન્દ્ર માછી અને ઉર્મિલાબેન માછીએ પ્રવિણભાઈ માછી અને તેમની પત્ની સવિતાબેન સાથે ઝઘડો કરી પાવડા અને ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં સવિતાબેનના કપાળે તથા પ્રવિણભાઈના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પ્રવિણભાઈની ફરિયાદના આધારે કાંકણ