આણંદ શહેર: આણંદના રેલવે સ્ટેશન ઉપર આવેલા સૌચાલયમાંથી યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ઉપર આવેલા પ્લેટફોર્મ નંબર ચાર ઉપરના જાહેર શૌચાલયમાંથી ગત મોડી રાત્રિના સુમારે એક યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ અંગે રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી