વડોદરા ઉત્તર: મહિલા ક્રિકેટ માં ભારત ની ભવ્ય જીત થતા ડેરીડેન સર્કલ સ્થિત મહિલા કોંગ્રેસ દ્વારા જીત નુ જશ્ન મનાવવામાં આવ્યુ
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર મુંબઈમાં વિમેન્સ વર્લ્ડકપ મેચ માં મહિલાઓએ દક્ષિણ આફ્રિકાને હરાવી મહિલા ટીમ ઇન્ડીયા વર્લ્ડ ચેમ્પિયન બની છે તે માટે આજ રોજ સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કેક કાપી ચોકલેટ વહેંચી ઉજવણી કરવામા આવી હતી મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તા પણ જોડાયા હતા અને વુમન્સ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી.