જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામે મયુર વસુલિયા નામના દોઢ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું. બાળક રમતા રમતા પાણી ભરેલ ડોલમાં ડૂબી ગયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જેને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. પોલીસે બાળકના મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.