વાલિયા તાલુકાના ડુંગરી ગામના રતન ગઢ ફળિયામાં રહેતા લોકો છેલ્લા એક વર્ષથી પાણીની પાઇપ લાઈન મારફતે રાહ જોઇને બેઠા છે.પરંતુ તંત્રની બેદરકારીને પગલે નજીકમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત ઉભી કરેલ પાણીની ટાંકી હોવા છતાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે.ઘરે ઘરે નળ નાખ્યા છે પરંતુ કનેક્શન કર્યું નથી.જેને કારણે પીવાનું અને વપરાશના પાણી મળતા નથી.પાણીની ટાંકીમાંથી વેસ્ટ પાણી નજીકના તળાવમાં ઠાલાવવા આવે છે.જે પાણી તળાવમાં ઓવરફ્લો થઈ બગાડ થઈ થયો છે.