ગોધરા: મીરાપૂર ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાન લોહીલુહાણ, ગંભીર હાલતમાં ગોધરા સિવિલ ખસેડાયો
પંચમહાલ જિલ્લાના મીરાપૂર ગામ પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઇક સ્લીપ થઈ જતાં એક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવાન પોતાના બાઇકનો હપ્તો ભરવા જઈ રહ્યો હતો તે દરમિયાન કાળમુખો અકસ્માત નડ્યો હતો. અભરામપટેલના મુવાડા ગામે રહેતા મુકેશભાઈ નાયક આજે પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યા હતા. તેઓ પોતાના મોટરસાયકલનો હપ્તો ભરવા માટે શહેરા જઈ રહ્