મોબાઈલ ચોરી કરનાર આરોપીને ઝડપી લેતી અમરેલી સીટી પોલીસની ટીમ ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી એસપીના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમે ટેક્નિકલ સોર્સના આધારે મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કર્યો. ટીમે Samsung A15 મોડલનો રૂ.19,500 નો મોબાઇલ ફોન સહિત વિજયભાઇ માથાસુરીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.