ગોધરા: *પંચમહાલ LCB નો સપાટો: છબનપુર પાસે રાજસ્થાન હોટલના પાર્કિંગમાંથી ૧.૧૦ કરોડથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો
પંચમહાલ એલ.સી.બી.એ દારૂ વિરોધી અભિયાન હેઠળ છબનપુર નજીક રાજસ્થાન હોટલના પાર્કિંગમાં દરોડો પાડી મોટો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે પી.એસ.આઈ. પી.એન. ઝાલા અને ટીમે ટાટા ટ્રકની તપાસ કરતા રોયલ સિલેક્ટ ડીલક્સ વ્હિસ્કીની 1050 પેટીઓ મળી આવી. પોલીસે આશરે ₹100.80 લાખની 50,400 ક્વાર્ટર બોટલો સહિત ટ્રક અને અન્ય સામાન સાથે કુલ ₹1.10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. ટ્રક ચાલક, માલિક તથા સપ્લાય સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન