ગોધરા: સિગ્નલ ફળિયા વિસ્તારમાં વારંવાર સર્જાતી ભૂગર્ભ ગટર ચોકઅપ અને ઉભરાતી ગટરોની સમસ્યાના કાયમી ઉકેલમાટે કામગરી શરૂ
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં વારંવાર સર્જાતી ભૂગર્ભ ગટર ચોકઅપ અને ઉભરાતી ગટરોની સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ લોકઉપયોગી કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા સિગ્નલ ફળિયા માર્ગ પર વર્તમાન ભૂગર્ભ ગટરની મુખ્ય પાઇપ લાઇનમાં અવારનવાર ચોકઅપ થવાની ગંભીર સમસ્યા સામે આવી રહી હતી. ગટરના પાણી ઉભરાવાને કારણે સ્થાનિક રહીશો તેમજ અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો