મહુવા: મહુવાના કુબેરબાગમાં જાહેરમાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ
#viral
મહુવા નગરપાલિકા સંચાલિત કુબેરબાગનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો જાહેરમાં બાગની અંદર દારૂ પીતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. કુબેરબાગની આસપાસ અનેક હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓના સગા-સંબંધીઓ આરામ માટે આ બાગનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જાહેરમાં દારૂ પીવાની આવી પ્રવૃત્તિઓના કારણે લોકો બાગમાં જતાં અચકાઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એક તરફ મહુવા નગ