ગોધરા: ઇસરોડિયા ગામે ખેતર માં અન્ય પાકની આડમાં ગાંજાની ખેતી નો થયેલ પર્દાફાશ અંગે SP ડૉ.હરેશ દુધાતે માહિતી આપી
SOG ટીમે 2.64 લાખની કિંમતના 22 ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી છે, પંચમહાલ SOG ટીમને બાતમી મળી હતી કે ઇસરોડિયા ગામના એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે દેવેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાવલજી નામના શખ્સના ભોગવટાના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ અન્ય કાયદેસરના પાકની આડમાં પ્રતિબંધિત ગાંજાના છોડ રોપ્યા હતા. SOG ટીમે તમામ 22 નંગ છોડ કબજે કરી આરોપી દેવેન્દ્રસિંહ રાવલજ