ગોધરા: નવલસિંગના મુવાડામાં પરણીતાની શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી
ગોધરાના નવલસિંગના મુવાડામાં પરણીતાની શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી સાસરિયાઓએ હત્યા કરી આત્મહત્યામાં ખપાવી હોવાનો પિયર પક્ષનો ગંભીર આક્ષેપ,ગોધરા તાલુકાના નવલસિંગના મુવાડા ગામે ૨૦ વર્ષીય નવ પરણિતાની તેના સાસરીના ઘરના વાડામાં ઝાડ સાથે સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે, આ ઘટના આત્મહત્યા નહીં પરંતુ સાસરિયાઓએ ભેગા મળીને કરેલી હત્યા હોવાનો ગંભીર આક્ષેપ પિયર પક્ષ દ્વારા કરવામાં આવત