માંડલ: દાલોદમાં પીવાના પાણીની સમસ્યા, બોરનું કામ અધૂરું મૂકાતા રોષ:કાર્યગીરી ખોરંભે ચઢતાં શુદ્ધ પાણીની આશા અધૂરી
દાલોદમાં પીવાના પાણીની સમસ્યા, બોરનું કામ અધૂરું મૂકાતા રોષ:કાર્યગીરી ખોરંભે ચઢતાં શુદ્ધ પાણીની આશા અધૂરી: ઉપસરપંચે મુખ્યમંત્રી સમક્ષ તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી માંડલ તાલુકાના દાલોદ ગામમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે અંદાજે રૂ. 26 લાખના ખર્ચે મંજૂર કરાયેલ નવા પીવાના પાણીના બોરનું કામ અધૂરું મુકાઈ જતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ગામના વિસ્તરણ અને વધતી વસ્તીને ધ્યાનમાં રાખી શરૂ કરાયેલી આ મહત્વાકાંક્ષી યોજનાની