પોરબંદર: અડવાણા ગામે પાકમાં દવાના છટકાવ કરતા યુવાનને ઝેરી દવાની અસર થતા ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
અડવાણા ગામે એક ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલ મગના પાકમાં ઝેરી જંતુનાશક દવાનો છટકાવ કરવા ભરકા વીરેન્દ્ર મીનારા નામનો પરપ્રાંતીય યુવાન ગયો હતો ત્યારે આ યુવાન બપોરના સમયે જમી અને બેઠો હતો ત્યારે અચાનક દવાની અસર થતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.