ભાવનગર શહેર: મ્યુલ એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડના કેસમાં બોરતળાવ પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
આજે તારીખ 3 એપ્રિલના રોજ બોરતળાવ પોલીસ સ્ટેશનેથી મળતી વિગત અનુસાર ભાવનગર માં કુલ ૧૩૪ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી અંદાજે ૨૧.૩૭ કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કરી ફ્રોડ આચરનાર પાંચ ઇસમોને અગાઉ બોરતળાવ પોલીસે ઝડપી લીધા છે. પોલીસ તપાસ મુજબ, આ આરોપીઓ એ.ટી.એમ. અને ચેકબુક દ્વારા નાણાં ઉપાડી આંગડિયા પેઢી અથવા ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાં ઉપાડી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા હતા, જે કેસની તપાસ દરમિયાન પોલીસે વધુ એક આરોપી સફીનભાઈ યુનુષભાઈ કુરેશી ને ઝડપી લીધો.