વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ (RDC) દ્વારા તાજેતરમાં "Research Scholars Meet 2026: National Conference on Interdisciplinary Research in Humanities and Social Sciences" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA) દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.