ભાવનગર શહેર: મોતીતળાવ વિસ્તારમાં યુવકન પર જીવલેણ હુમલો
Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારની શેરી નંબર જીરોમાં મારામારીનો બનાવ બન્યો છે, જેમાં જુનેદભાઈ ઉપર અમન, અરમાન અને ગુજી નામના ત્રણ શખ્સોએ ધોકા, પાઇપ તથા ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ બાદ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જુનેદભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.