ઉમરેઠ: ઉમરેઠ સેવાસદન ખાતે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું, મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા
Umreth, Anand | Apr 6, 2026 ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણએ આજે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદેદારો સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારા સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા.