ભાવનગર શહેર: વડ સાવિત્રી નિમિતે પીલગાર્ડન સહીતના સ્થળો પર બહેનો દ્વારા વિધિવત પૂજા કરાઈ
Bhavnagar City, Bhavnagar | Jun 29, 2026
ભાવનગર શહેરમાં વડ સાવિત્રીની બહેનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં.આવી હતી. જેમાં બહેનો દ્વારા આજે વડ સાવિત્રી નિમિતે વિધિવત વડની પૂજા કરી ઉજવણી કરાઈ હતી. ભૂદેવ શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વડની પૂજા કરાવવામાં આવી હતી. જેમાં પાનવાડી પીલગાર્ડન સહિતના સ્થળો પર મોટી સંખ્યામાં બહેનો દ્વારા પૂજન કરી પોતાના અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી.