તળાજા: તળાજામાં દારૂના જથ્થા સાથે પોલીસની કાર્યવાહી, આરોપી ફરાર
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોરખી દરવાજા પાસે આવેલા હુડકો વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ મનહરસિંહ વાજા પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફે બે પંચોને સાથે રાખી સ્થળ પર રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપી સ્થળ