ભાવનગર શહેર: કુંભારવાડા નારી રોડ 10 નાળા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ દસ નાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. નારી રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકે અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા પરિવારજનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં બાળકો સહિત પાંચ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર બનાવવા મામલે પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.