કડી: સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની કડી ખાતે અલગ અલગ જગ્યાએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
Kadi, Mahesana | Oct 31, 2025 ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 31 ઓક્ટોબરના રોજ 150 મી જન્મ જયંતી કડીમાં ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીને એકતા દિવસ તરીકે પણ ઓળખવામા આવે છે.કડી શહેરના માર્કેટ યાર્ડ,કડી નગરપાલિકા તેમજ સરદાર પટેલ સોસાયટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.કડી માર્કેટયાર્ડમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.