ગોધરા: ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં વારંવાર વીજ ગુલ થતાં સ્થાનિકો પરેશાન: MGVCL ને ઉગ્ર રજૂઆત.
ગોધરાના ગોન્દ્રા સહિત પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ફીડર ટ્રિપ અને વીજ ગુલ થવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. અસહ્ય ગરમીમાં સતત પાવર કટ થતાં લોકોમાં રોષ ફેલાયો છે. રહીશો દ્વારા MGVCL ના નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે. ફરિયાદ નંબર પર યોગ્ય જવાબ ન મળતા લોકોમાં અસંતોષ છે. નાના બાળકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને બીમાર લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક વિસ્તારો પ્રભાવિત બન્યા છે. સ્થાનિકોએ ચેતવણી આપી