ગોધરા: ગોધરા-દાહોદ હાઈવે પર ઓરવાડા પાસે સ્વીફ્ટ કાર અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર, ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
ગુરુવારે વહેલી સવારે ગોધરા-દાહોદ હાઈવે પર ઓરવાડા ગામ પાસે એક સ્વીફ્ટ કાર અને અજાણ્યા વાહન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં કારનો કુરચો બોલી ગયો હતો અને કાર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે આવીને ભારે જહેમતથી કારનાં પતરાં કાપી ફસાયેલા ચાલકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હોવાથી, પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તે