ભાવનગર શહેર: પૂર્વ મેયરને શહેર પ્રમુખને મળવા જતા અટકાવતા નારાજ
Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ મેયર ભરતભાઈ બારડને શહેર ભાજપ કાર્યાલયમાંથી હાકલપટ્ટી કરવામાં આવતા તેઓ ભારે ગુસ્સે ભરાયા હતા. શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા જતા તેમને કાર્યાલયમાં જ રોકી લેવામાં આવ્યા હતા, જ્યાં શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ ડાભી સાથે તેમની ચકમક થઈ હતી.