ગોધરા: ગોધરા- દાહોદ હાઇવે પર ગઢ ચૂંદડી ગામ પાસે આઇશર ટ્રક પલટી મારતાં ગંભીર અકસ્માત: મહિલાનું કરુણ મોત, બે ઈજાગ્રસ્ત
ગોધરા-દાહોદ હાઇવે પર ગઢ ચૂંદડી ગામ નજીક મઢુલી હોટલ પાસે આઇશર ટ્રક ચાલકે ગફલતભરી રીતે બ્રેક મારતાં ટ્રક પલટી મારી ગઈ હતી. આ દરમિયાન પાછળથી આવતી બાઇક ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાંકલી ગામના ભાવનાબેન પટેલનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે વિજયભાઈ અને બાળક વંશીલને નાની-મોટી ઇજાઓ થઈ હતી. મૃતકના સગા નરવતભાઈ પટેલની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર આઇશર ટ્રક ચાલક સામે ગુન