સાગબારા: નર્મદા: જંગલ જમીનના અધિકારો માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન, ખોપી ગામે જાહેર સભા
નર્મદાના સાગબારાના ખોપી ગામે વન અધિકાર સત્યાગ્રહ અંતર્ગત જાહેર સભા યોજાઈ. આદિવાસી ખેડૂતોએ જંગલ જમીનના પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ કરી છે. સભામાં શંકરસિંહ વાઘેલા, અમિત ચાવડા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.