શિનોર: કુકસ પાસે નર્મદા કેનાલમાંથી વન વિભાગ દ્વારા નીલગાયનું રેસ્ક્યુ કરાયું
Sinor, Vadodara | Jul 29, 2024 કુકસ ગામની સીમમાંથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલમાં સવારના લગભગ 11 વાગ્યાંના અરસામાં એક નીલગાય ખાબકી હતી.જે અંગેની જાણ કુકસના ખેડૂતને થતાં તેઓ દ્વારા શિનોર વન વિભાગને જાણ કરાઇ હતી.જેની જાણ થતાં જ શિનોર વન વિભાગના RFO સ્ટાફ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટના કાર્યકરો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નર્મદા કેનાલમાં ખાબકેલી નીલગાયનું સ્થાનિક ગ્રામજનોની મદદથી ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.