ગોધરા: હાલોલમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી મામલે બે આરોપીઓને ૭ વર્ષની સજા
હાલોલમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી મામલે કોર્ટએ બે આરોપીઓને ૭ વર્ષની સખત કેદ અને દરેકને ₹૧,૦૦,૦૦૦ દંડ ફટકાર્યો. ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પોલીસએ કાળીભોઈ ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન પીકઅપ ગાડી રોકી તપાસ કરતાં તેમાં ૮ વાછરડા ક્રૂર રીતે બાંધેલા હાલતમાં મળી આવ્યા હતા. કેસમાં સાક્ષીઓ અને પુરાવાના આધારે જજએ બંનેને દોષિત ઠેરવ્યા. આ ચુકાદાથી જિલ્લામાં ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતા તત્વોમાં ભય ફેલાયો છે.