અંજાર: અંજાર એસ ટી બસ સ્ટેશન મઘ્યે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે બસોનું લોકાર્પણ કરાયું
Anjar, Kutch | Oct 13, 2025 આજ રોજ અંજાર એસ ટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે એસ ટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ બસનો રૂટ અંજાર થી ભુજ થી પાલનપુર નો રહેશે.અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય એ આભાર વ્યક્ત કર્યો હતો. લોકોની સુખાકારીમા વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઉભી થશે એવી વાત ધારાસભ્ય એ કરી હતી.