ઝાલાવાડ માં કમોસમી વરસાદ થી ધોવાણ થયેલા ઉભા પાક ને નુકસાન થયુ છે. જે અંગે ખેડૂતો સહાય બેંક માં જમા થઈ છે કે નહીં એ જોવા પાસબુક લઇ બેંક માં જાય છે. એન્ટ્રી પડતી નહોય ખેડૂતો ને યોગ્ય જવાબ ના મળતા ખેડૂતો ને વારંવાર બેંકો ના ધક્કા ખાવા પડી રહ્યાં છે. સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતો ને જીરૂ ઘંઉ જેવુ વાવેતર કરવાનું હોય સરકાર વહેલા તે ખેડૂતો ના ખાતામાં પૈસા જમા કરાવે એવી માંગ કરી હતી