વઢવાણ: LCB પોલીસે વડધ્રા ગામની સીમમાં જુગાર રમતા 4 શખ્સને ઝડપી પાડ્યા 5 ઇસમો નાસી છૂટ્યા
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે મુળી તાલુકાના વડધ્રા ગામની સીમમા દરોડો કરી જાહેરમાં જુગાર રમતાં 4 ઇસમોને ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન પાંચ ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઇલ સહિત કુલ રૂપિયા 172000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.