બકુલભાઈ જયંતભાઈ પટેલ જેવોની ફેક્ટરી 1947 થી વારસામાં મળેલી મોતી તળાવ રોડ ઉપર આવેલી છે, તે જણાવે છે કે 2004માં રેલવે ટ્રેક નાખવાથી તેમનો જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમસ્યા છેલ્લા 22 વર્ષથી ચાલે છે અને મ્યુનિસિપાલિટી અથવા રેલવે વિભાગ દ્વારા કોઈ અગાઉની જાણકારી વગર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. બકુલભાઈએ આ બાબતે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રેલવે વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ ઉકેલ મળ્યો નથી તેથી તેઓ આજે અનશન પર બેસી ગયા