ગોધરા: નવા ગોધર તાલુકામાં નવી સરકારી ITI મંજૂર કરવાની માંગ, ધારાસભ્ય નિમિષાબેન સુથારે રાજ્યના શ્રમ મંત્રીને કરી રજૂઆત
મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે ગાંધીનગર ખાતે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિલાલ અમૃતિયા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ મોરવા હડફ વિધાનસભા મત વિસ્તાર હેઠળ સમાવિષ્ટ નવા ગોધર તાલુકામાં નવી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈ.ટી.આઈ. મંજૂર કરવા અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ધારાસભ્ય નિમિષાબેન સુથારે આ અંગે જણાવ્યું હતું કે, નવા ગોધર તાલુકા સહિત મોરવા હડફ તાલુકા આસપાસના ગ્રામ્ય વિસ્તા