ગોધરા: ગોધરાના પોલીસ હેડ ક્વાટર પાસે આવેલ જય જલારામ પ્લાઝા નજીક રેતી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું, મધરાત્રે મોટી દુર્ઘટના ટળી
ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલ જય જલારામ પ્લાઝા નજીક મધરાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. રેતીથી ખીચોખીચ ભરેલું એક ભારેભરખમ ડમ્પર રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું, તે વેળાએ તેના અતિશય વજનને કારણે નીચે આવેલી ગટરનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટતાં જ ડમ્પર સીધું ગટરમાં ખાબક્યું હતું. રાત્રિના શાંત વાતાવરણમાં જોરદાર અવાજ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સદનસીબે આ સમગ્ર ઘટના મોડી રાત્રે ઘટી હોવાન