રાપર મામલતદાર એચ બી વાઘેલાની અધ્યક્ષતા હેઠળ રાપર શેહરની તાલુકા પ્રાથમિક કુમાર શાળા નં.૧ મધ્યે પ્રધાનમંત્રી પોષણ શકિત નિર્માણ યોજના (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત ફરજ બજાવતા માનદવેતન ધારકોની તાલુકા કક્ષાની કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં વિવિધ શાળાઓના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો ,રસોયા,અને મદદનીશો એ આ કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.