મહેમદાવાદ: ઘોડાસર પાસે વેપારીની કારમાંથી 90 હજારની મત્તાની બેગ તફડાવવાની ઘટના, ગઠીયા ખેલ પાડી ફરાર, ઘટનાને લઈને થઈ ફરિયાદ
ઘોડાસર પાસે વેપારીની કારમાંથી 90 હજારની મત્તાની બેગની તફડાવવાની ઘટના. અમદાવાદના રહેવાસી એવા વેપારીની હલધરવાસમાં ખાતરની દુકાન હોય, જે નિત્યક્રમ મુજબ દુકાનથી પરત જતાં બેગમાં દુકાનનો વકરો 75 હજાર તૅમજ 15 વેપારીના પાકીટમાં,દુકાનની ચાવીઓ,જરૂરી ડોક્યુમેન્ટ હતા. ત્યારે તેઓ ગાડી લઇ ઘોડાસર કેનાલ પાસેથી પસાર થતા હતા ત્યારે કારના ખાલી સાઈડના પાછળના ટાયરમાં પંચર પડ્યું હતું. જેથી કાર સાઈડમાં કરી ટાયર બદલતા હતા.તે સમયે અજાણ્યા ઈસમો બેગ તફડાવી ફરાર થઈ ગયા હતા.