તારાપુર: જાફરગંજ ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Tarapur, Anand | Oct 13, 2026 તારાપુર તાલુકાના જાફરગંજ ગામે અંદાજીત રૂ.25 લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન પંચાયત ઘરનું લોકાર્પણ ગામના સરપંચ ગીતાબેન ડાભીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય વિપુલભાઈ તાલુકા સંગઠન પ્રમુખ રામદેવસિંહ ગોહિલ,મહામંત્રી બિજલભાઈ ડાભી, મુકેશભાઈ ભરવાડ,જીલ્લા યુવા મોરચા પ્રમુખ ભાગ્યેશભાઈ વ્યાસ,શહેર મહામંત્રી વિનોદભાઈ ભરવાડ,જીલ્લા પંચાયત સભ્યઓ,તાલુકા પંચાયત સભ્યઓ,એ.પી.એમ.સી ચેરમેન ભગવતસિંહ પરમાર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.