વટવા: નીટ મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન
NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની આગેવાનીમાં ગુજરાત યુનિવર્સિટી ગેટ ખાતેથી વિશાળ મશાલ રેલી યોજાઈ હતી. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય સામે ન્યાય માંગવા અને જવાબદારો પર કડક કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો આ આંદોલનમાં જોડાયા હતા.