અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસ મથકના મારામારીના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને ગડખોલ ખાતેથી ઝડપી પાડી હતી.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે છેલ્લા બે વર્ષથી મારામારીના ગુનામાં સંડોવાયેલ મંજુબેન સુનિલકુમાર રામ પ્રકાશ પાલ ગડખોલ ગામમાં ફરી રહી છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને યુપીના રામપુર ગામમાં રહેતી મંજુબેન પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.