ગોધરા: ગોધરા તાલુકાના ઇસરોડિયા ગામેથી ગાંજાના છોડ સાથે SOG પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.
ગોધરા તાલુકાના ઇસરોડીયા ગામે એસઓજી પોલીસે કાર્યવાહી કરીને એક આરોપીને ગાંજાના ૨૨ છોડ સાથે ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલ ગાંજાનું કુલ વજન ૫.૨૯૫ કિલોગ્રામ છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨,૬૪,૭૫૦ છે. મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા અને ટીમે આરોપીના ખેતરમાં તપાસ કરી હતી, જ્યાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરીને આરોપી દેવેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાઉલજી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે