ગોધરા: અરજદારોની સુવિધા માટે SP કચેરી ખાતે ‘જન સંપર્ક કેન્દ્ર’ કાર્યરત, ડૉ. હરેશ દુધાતના હસ્તે કરાયું ઉદ્ઘાટન
પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ગોધરા SP કચેરી ખાતે હવે અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે 'જન સંપર્ક કેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ગોધરા સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવતા અરજદારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેમની રજૂઆતોનો ઝડપી નિકાલ થાય તેવા ઉમદા હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.