ભુજ: ચીફ જસ્ટિસ પર હુમલો કરનારા સામે કાર્યવાહીની માગ કરાઈ, ભીમ આર્મી દ્વારા આંદોલન છેડવાની ચીમકી
Bhuj, Kutch | Oct 14, 2025 થોડા દિવસ અગાઉ ચીફ જસ્ટિસ પર હુમલો કરવાની ઘટના બની હતી જેને વખોડતાં ભુજમાં ભીમ આર્મી અને બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. આ બાબતે કરાયેલી રજૂઆતમાં હુમલો કરનારા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી અને જો માગણી નહીં સંતોષાય તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. ભીમ આર્મીના ઉપાધ્યક્ષ ઇકબાલ જત, પ્રભારી લક્ષ્મણ વાઘેલા, જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર, અનીસ જુણેજા, હંસાબેન ચાવડા, સુમારભાઈ બુચિયા, કીરીટ મ