નડિયાદ: દિવાળી પૂર્વે જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી ડ્રાઇવ હાથ ધરાઈ,159 નમુનાઓ લઈ તપાસ માટે મોકલાયા.
ખેડા જિલ્લામાં દિવાળી પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ થી 16 ઓક્ટોબર દરમ્યાન વિશેષ food drive હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માવો મીઠાઈ ગીતો ફરસાણ દૂધ અને બેકરી જેવા ખાદ્ય પદાર્થોના કુલ 159 નમુનાઓ લેવામાં આવી રાજ્યની ફૂડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.ચકાસણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન થવાથી ત્રણ જેટલા એકમોની નોટિસ આપવામાં આવી હતી જ્યારે બિન આરોગ્યપ્રદ 400 કિલો ખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.