ગોધરા: પૂર્વ કોર્પોરેટર અલ્તાફ હયાત ફરી મેદાનમાં, વોર્ડ નંબર 8 ના વિકાસના મુદ્દાઓ સાથે જનતા વચ્ચે જશે.
ગોધરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 8 માંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના પૂર્વ કોર્પોરેટર અલ્તાફ હયાતે આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે.ગોધરા નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં રસાકસી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 8 જે હંમેશા ચર્ચામાં રહેતો વોર્ડ છે, ત્યાંથી પૂર્વ કોર્પોરેટર અલ્તાફ હયાતે ફરી એકવાર જનતાની સેવા કરવા માટે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.