ગોધરા: ગોધરા શહેરમાં વારંવાર વીજ કાપ અને લો-વોલ્ટેજથી ત્રસ્ત નાગરિકોની MGVCL કચેરી ઘેરાવની ચીમકી
ગોધરા શહેરના બામરોલી રોડ સહિતના વિસ્તારોમાં વારંવાર થતા વીજ કાપ અને લો-વોલ્ટેજની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ MGVCL સામે આંદોલનની ચીમકી આપી છે. 'સિનિયર સિટિઝન ગાયત્રી ગ્રુપ' દ્વારા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.નાગરિકોનો આક્ષેપ છે કે સતત વીજ વિક્ષેપથી મોબાઈલ નેટવર્ક ખોરવાય છે અને લો-વોલ્ટેજને કારણે ઘરના કિંમતી ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે. તંત્રના મેઇન્ટેનન્સના દાવાઓ છતાં સમસ્યા હલ થઈ નથી. જો આ વીજ સમસ્યાનો તાત્કાલ