ભાવનગર શહેર: બોર તળાવ ઇસ્કોન રોડ પર યુવક યુવતી સાથે બનેલી મારામારી અને લૂંટની ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
ભાવનગર શહેરના બોર તળાવ નજીક ઇસ્કોન રોડ પર સગાઈ થયેલા યુવક યુવતી પર હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના બની હતી. ગત મોડી રાત્રીના બનેલી ઘટના અંગે બોર તળાવ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ઘટના સ્થળે ડોગ્ કોડ સહિતના કાપલા સાથે પહોંચ્યા હતા અને શખ્સોને ઝડપી લેવા તરફ તપાસ હાથ ધરી હતી.