ગોધરા: દાહોદના ઠગાઈના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પંચમહાલ SOG પોલીસે ગોંદરા સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ SOG પોલીસે દાહોદના ઠગાઈના ગુનામાં વોન્ટેડ આરોપી ઇર્શાદ બિલાલ ડમરીને ગોધરાના ગોન્દ્રા સર્કલ પાસેથી ઝડપી પાડ્યો. ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ હેઠળ PI એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી કરી. સ્ટાફને મળેલી બાતમીના આધારે PSI ડી.જી. વહોનીયા અને ટીમે આરોપીને પકડી પાડ્યો. આરોપી દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ફરાર હતો. તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી ચાલી રહી