રાજુલા શહેરમાં જાહેરનામા મુજબ ભારે વાહનો, બે કરતા વધુ વ્હીલ ધરાવતા વાહનોના શહેરમાં પ્રવેશ અને અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં મુસ્તફા જોગીયા નામના વ્યક્તિએ પોતાના ભારે વાહનને ગેરકાયદેસર રીતે શહેર વિસ્તારમાં પ્રવેશ કરાવી જાહેરનામાનો ભંગ કર્યો. પોલીસ દ્વારા જાહેરનામાના ઉલ્લંઘન અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે.